છોટાઉદેપુર : ઝોઝ સરકારી દવાખાનાના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની પ્રશંસનીય કામગીરી

0
115
meetarticle

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ સરકારી દવાખાનાના આરોગ્ય વિભાગના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ઝોઝ સરકારી દવાખાનાના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટર દ્વારા છેલ્લા 24 કલાકમાં 10 માતાની સફળ પ્રસુતિ કરાવી છે. અને દરેક માતા તથા તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. ઉપરાંત દવાખાનામાં બાળકોના ડોક્ટર પણ ઓપીડી સમયે મળી રહેતા હોવાથી નાના બાળકોની પણ સારવાર ખૂબ જ સારી રીતે થઈ રહી છે.


છોટાઉદેપુર તાલુકાના ઝોઝ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થયું છે.
અલગ અલગ વિસ્તારોના ગરીબ આદિવાસીઓ માટે આરોગ્ય વિભાગે 10 માતાની સફળ પ્રસુતિ કરાતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે.

રિપોર્ટર સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here