અંબાજી માં ભાદરવી પૂનમ ના મહામેળા માં લાખ્ખો શ્રદ્ધાંળુઓ પગપાળા ચાલીને અંબાજી દર્શન કરવા આવેછે જેમાં શ્રદ્ધાંળુઓ ને કોઈપણ જાતની અગવડ ના પડે તે માટે પોલીસ હોમગાર્ડઝ જવાન સતત ફરજ બજાવે છે
અંબાજી મંદિર માં પોઇન્ટ નં 37 યજ્ઞ શાળા ની બાજુમાં પ્રસાદ કેન્દ્ર ચાચર ચોકમાં થી પ્રસાદ વિતરણ કેન્દ્ર પર થી થરા હોમગાર્ડઝ દિનેશભાઇ નારણભાઇ ચૌહાણ ને આઇ ફોન મળી આવેલ આઇ ફોન કંટ્રોલ પોઇન્ટ પર જમાં કરાવેલ.કંટ્રોલ રૂમે જાણ કરતા રાજસ્થાન ના એક ભાઈ હોવાથી બીજા દિવસે આઇ ફોન ના માલિક ને પરત આપી થરા યુનિટ ના પ્રામાણિક એવા દિનેશભાઇ નારણભાઇ ચૌહાણ ફરજ સેવા શિસ્ત ની સાથે પ્રામાણિકતા દાખવી અને ઈમાનદારી સાથે મોબાઈલ પરત કરતા થરા યુનિટ નો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો….
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


