RAJKOT : 17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા

0
126
meetarticle

રાજકોટ સર્કલ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્માર મીટરની કામગીરી માટે ખાનગી કંપનીને લાખો રૂ.નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન પીજીવીસીએલના નબળા અધિકારીઓને કારણે ખાનગી કોન્ટ્રાક્ટરનું કામ વીજ કંપનીના ઇજનેરો કરતાં રહ્યાં છે. અલબત આ મહિને ખાનગી કંપનીના કર્મચારીઓ રાજકોટ સર્કલમાં સ્માર્ટ મીટરના રીડિંગ સમયસર નહીં પહોંચાડતા બીલિંગની કામગીરી અટકી ગઇ છે. દરમિયાન સ્માર્ટ મીટરના રીડિંગ લેવાની વીજ તંત્રનાં ઇજનેરોએ પણ ધસીને ના પાડી દેતા બીલિંગની સાયકલ સંપૂર્ણપણે ખોરવાઇ જાય તેવી સંભાવના છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 28 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડવાની તથા તે સ્માર્ટ મીટરના બીલિંગ સહિતની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે પરંતુ દોઢ વર્ષથી ખાનગી કંપની આ કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકી નથી. પરિણામે 3લાખ 20,000 જેટલા સ્માર્ટ મીટર વીજ કંપનીના ઇજનેરો દ્વારા લગાડવામાં આવ્યા છે. અલબત આ સ્માર્ટ મીટર પૈકી 17,000 મીટર એવા છે જેની કોમ્યુનિકેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નહીં હોવાથી તેના વીજ વપરાશના રીડિંગ ઓટોમેટીક સબડિવિઝન સુધી પહોંચતા નથી. પરિણામે જે ગ્રાહકના સ્માર્ટ મીટરમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત છે તેના રીડિંગ મેન્યુઅલી લેવા પડે છે. દરમિયાન તા. 25 ઓગસ્ટ સુધીમાં વીજ વપરાશના રીડિંગ નહીં મળતાં હવે ઇજનેરોને આ કામગીરી પુરી કરવાનું જણાવવામાં આવતા રાજકોટ સર્કલના તમામ ઇજનેરોએ આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કરવાની છે, અમારે આ કામ નથી કરવું તેમ કહીને ધસીને ના પાડી દેતાં બીલિંગની સાયકલ સંપૂર્ણપણે ખોરવાઇ જાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. પરિણામે હવે ખાનગી કંપનીએ જે 17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ કામ નથી કરતી તેના રીડિંગ ની કામગીરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here