ડભોઈ સત્તર ગામ પટેલ વાડી ખાતે આ સ્પર્ધાનું આયોજનડભોઈમાં માટીના ગણેશજીની પ્રતિમા બનાવવા પ્રતિસ્પર્ધા શ્રી કૃષ્ણમ્મ્ફાઉન્ડેશન દ્વારા બે વર્ષથી કરાતું આયોજનપી.ઓ.પીની પ્રતિમાઓને કારણે પ્રદૂષણ થતું હોઈ તેને રોકવા લોકોમાં જાગૃતિ આવે તે માટે 2 વર્ષથી ડભોઈ ખાતે શ્રી કૃષ્ણમ્ ફાઉન્ડેશનનાં ભાર્ગવ શાહ સહિત યુવકોની ટીમ દ્વારા ધારાસભ્ય માર્ગદર્શનમાં શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવા માટે સ્પર્ધા યોજાય છે.ડભોઈ સત્તર ગામ પટેલ વાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સુંદર પ્રતિમાઓ વિવિધ બે ગૃપમાં ભાગ લેનાર 160 સ્પર્ધકોએ બનાવી હતી. આ પ્રસંગે ડભોઈ નગર પાલિકા પ્રમુખ સહિત પાલિકા સદસ્યો અને શ્રી કૃષ્ણમ્ ફાઉન્ડેશનનાં યુવકો ઉપસ્થિત રહ્યા હતા.
બંને ગુપનાં 13 વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું. કારોબારી ચેરમેન દ્વારા બંને ગૃપનાં પ્રથમ વિજેતાને ચાંદીની પેન ગિફ્ટ અપાઈહતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


