સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીમાં બનાવટી એન્વાયરમેન્ટ સર્ટિ રજૂ કરી એનો ખરા તરીકે ઉપયોગ કરનાર ત્રણ શખ્સો સામે ખાણ ખનીજ વિભાગના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.
આ અંગેની વિગત એવી રીતે કે ખાણ ખનીજની કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરના પત્ર તા. ૨૮/૭/૨૦૨૩ થી મિનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જના ઓફીસ મેમોરેન્ડમ તા.૦૮/૦૪/૦૨ ૩ મુજબ જીલ્લા કક્ષાએથી ડીસ્ટ્રીક લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેકટ ઓથોરીટી (ડીઈઆઈએએ) ધ્વારા મંજુર કરવામાં આવેલ ગૌણ ખનિજના તમામ એન્વાયરમેન્ટ કલીયરન્સ (ઈ.સી)રાજય કક્ષાએ રીઅપ્રેઝડ કરાવી લીઝ ધારકોએ ફરીથી મંજુર કરાવવાના થતા હોય આ કામે ફરીયાદીની કચેરી દ્વારા લીજ ધારકો દ્વારા રજુ કરેલ ઈ. સી સર્ટિ વેરીફાઈ કરતા આરોપી નં.૧ અતુલ નવીનચંદ્ર સોમપૂરા (રહે.કચ્છી સોસાયટી,છાપરીયા ચાર રસ્તા, હિંમતનગર)ના નામે હિંમતનગર તાલુકાના સવગઢ ગામના સર્વે નં.૫૬૪૫ `કીમાં ૧૦૦ ૦૦ હેક્ટર વિસ્તારમાં સેન્ડ સ્ટોન ખનિજની લીઝ (ક્વોરી)ની લીઝ મંજુર થયેલ હોય જે લીઝ ચાલુ કરવા બાબતે એન્વાર્યમેન્ટ સર્ટિ (ઈ.સી.)ની જરૂર પડતા આરોપી નં. ૨ સંજય બદાજી વણઝારા (રહે.વણઝારા વાસ, ન્યાયમંદિર, હિંમતનગર)એ આરોપી નં.૧ અતુલ સોમપુરાના કહેવાથી આરોપી નં.૩ રાજગીરી ગોપાલગીરી ગોસ્વામી (રહે.પાણપુર, સવગઢ તા. હિંમતનગર) પાસેથી કોઈપણ રીતે એન્વાયરમેન્ટ કલીયરન્સ(ઈ. સી.) નંબર:ડીઈઆઈએએ સાબરકાંઠા/ઈ સી/ ૧(અ) /૨/૨૦૧૮/૨૭૩૦ તા.૦૫/૦૭/૦૧૮ થી બનાવટી બનાવી તેનો ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, હિંમતનગર ખાતે ખરા તરીકે ઉપયોગ કરી રજુ કરી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આ બાબતે ખાણ ખનીજ વિભાગના કર્મચારી ભાવિન અટોસે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર..


