જરોદ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવતા જરોદ નજીક ના કામરોલ ગામે રહેતા હષૅ નટુભાઈ પરમાર ના મકાન માં તસ્કરો એ બાકોરું પાડીને ને હાથફેરો કર્યો હતો .
પ્રાપ્ત વિગતો અનુસાર હષૅભાઇ ના પત્ની ભારતીબેન રાત્રી ના ત્રણ વાગ્યા ના સુમારે પાણી પીવા માટે રસોડા તરફ જતી વેળાએ દરવાજો ન ખુલતા પોતાના પતિ હષૅ ને જગાડતા અડધા બાંધેલ દરવાજા માં અંદર હાથ નાખીને જોતા તે કાપડ ના ટુકડા થી બાંધેલ હતો તેને છોડીને જોતા દરવાજા ની પાછળ દિવાલ માં હથીયારો વડે બાકોરું પાડીને ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું તસ્કરો એ ઘરમાં મુકેલ તિજોરી, અને કબાટમાં થી સોના ચાંદી ના વિવિધ ઘરેણાં તથા સુટકેસ માં થી રોકડા રૂપિયા ૧૨ હજાર તેમજ અન્ય રૂમમાં મુકેલા અગત્યના ડોક્યુમેન્ટ મળી કુલ એક લાખ ત્રીસ હજાર બસો ૧,૩૦, ૨૦૦/- ની ચોરી કરી ને રફુચક્કર બનેલા તસ્કરો વિરુદ્ધ જરોદ પોલીસ સ્ટેશન ખાતે ચોરી ની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
REPORTER : કિશન રોહિડા વાઘોડિયા


