યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં માય ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ભક્તોને સારા ગુણવંતાની જમવાનું અને નાસ્તો મળે તે માટે તંત્રને ધ્યાન રાખવાનું આવતું હોય છે પરંતુ યાત્રાધામ અંબાજીની 51 શક્તિપીઠ સર્કલની નાસ્તાની હોટલો વિવાદમાં આવી હતી ત્યારે વાળ નીકળવાના બનાવો અને માખી નીકળવાના બનાવો તેમજ હલકી ગુણવંતાના નાસ્તાઓની ફરિયાદો ફ્રુડ એન્ડ ડ્રગ્સને યાત્રિકો દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી
તેમ છતાં પણ ડ્રગ્સ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હાલમાં ફ્રુડ એન્ડ રક્ષની ટીમ યાત્રાધામ અંબાજીમાં ચેકિંગ અને સેમ્પલો લેવાના નાટક ચાલુ કર્યા છે ત્યારે સવાલ તો એ ઉભો થાય છે કે જે હોટલોની ફરિયાદો કરી છે તેના ઉપર તો કાર્યવાહી કરવામાં જ નથી આવી અને તહેવારો અગાઉ માત્ર ને માત્ર સેમ્પલો લેવાના નામે નાટકો ભજવવામાં આવી રહ્યા છે
ત્યારે જે હોટલોની ફરિયાદો કરવામાં આવી છે તે હોટલો સાથે કાર્યવાહી ન કરવા માટે કોઈ મોટું સેટિંગ ઊભું કર્યું હોય એ જ રીતે આ હોટલ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હાલમાં તો અંબાજીની જુદી જુદી હોટલમાં સોશિયલ મીડિયામાં ફોટા પડાવીને માત્રને માત્ર જ્યારે નાટક ભજવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જે હોટલો ઉપર જે ખરેખર ફરિયાદો ઉઠી છે તે હોટલો ઉપર તો કાર્યવાહી કરવામાં એમને કયો ગ્રહ નડે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જે હોટલની ફરિયાદો થઈ છે તે હોટલના જે સેમ્પલો લેવા આવ્યા હતા તે સેમ્પલો જે રોજ નાસ્તો બનતો હોય છે તે સેમ્પલો ન લેવામાં આવ્યા અને જે કંપનીના માલ સામાન ના સેમ્પલો લેવા માં આવ્યા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જે નાસ્તાની દુકાનો ઉપર આક્ષેપો અને ફરિયાદો થઈ છે તે નાસ્તાની દુકાનો ઉપર કાર્યવાહી કરશે ખરા તે જોવાનું રહ્યું



