પાલનપુર શહેરમાં ઠેર ઠેર મસ મોટા ખાડા પડ્યા છે જેને લઇ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમ છતાં નગરપાલીકા દ્વારા ખાડા પુરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે
ત્યારે કોંગ્રેસ દ્વારા બનાસ ડેરી થી ગઠામણ ગેટ સુધીના ખાડાઓને લઇ સ્મશાન યાત્રા યોજી અનોખુ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેને લઇ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી
બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી ખાડારાજ સર્જાયું છે વરસાદને લઈ જાહેર માર્ગો પર ડગલેને પગલે મસ મોટા ખાડા પડ્યા છે જેને લઇ વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે જેમાં જિલ્લા પોલીસ વડા અને કલેકટરને નિવાસ સ્થાનને જોડતા ગઠામણ ગેટ થી ડેરી રોડ પર પડેલા ખાડાઓ પુરવા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ ખાડા પુરવામાં ન આવતા લોકોમાં ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ ફેલાયો છે
ત્યારે આ ખાડાઓને લઇ કોંગ્રેસ દ્વારા સ્મશાન યાત્રા યોજી અનોખો વિરોધ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકો રોડ પરના ખાડાઓ વાળા બેનરો સાથે સ્મશાન યાત્રામાં જોડાઇને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો
જેને લઇ પૂર્વ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે
REPOTER : દિપક પુરબીયા





