પોરબંદર શહેર અને જિલ્લામાં એમાં પણ ખાસ ગામડાઓમાં અશિક્ષિત અને જાગૃતિના અભાવે શોસ્યલ મીડિયામાં આવતી અપૂરતી અને ભ્રામક છેતરામણી જાહેરાતોના કારણે લોકો લોભામણી સ્કીમોમાં ફસાતા હોય છે. અને છેતરપિંડી નો ભોગ બને છે ત્યારે ગ્રાહકોને છેતરપિંડીથી બચવા અને જાગૃતતા લાવવાના માટે ઉમદાહેતું ના આશય થી પોરબંદર જિલ્લામાં ગ્રાહક સુરક્ષામંડળ ની સ્થાપના કરવામાં આવી છે
પોરબંદર જિલ્લામાં રચના કરાયેલ ગ્રાહક સુરક્ષામંડળ ની ઓફિસ નું ઉદઘાટન અને એક સેમીનારનું આયોજન લેઉવા પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ગ્રાહક સુરક્ષા મંડળની ઓફીસનો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન ત્રીવાદી,પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર,પોરબંદર કિસાન મોરચા ના તરવૈયા પ્રમુખ ભીમભાઇ ઓડેદરા,પોરબંદર જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ લક્કીરાજસિંહ વાળા,મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ હિતેશ ભાઈ મહેતા તથા મંત્રી રામભાઇ મહેતા, પોરબંદર જિલ્લા યુવા ભાજપ કોપાઘ્યક્ષ હાર્દિક રાઠોડ તથા સમગ્ર એ.બી.વી.પી.ટીમ સહિતનાની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી ગ્રાહક સુરક્ષા ઓફિસને કાર્યવતી કરી ખુલ્લી મૂકવામાં આવી હતી.
ગ્રાહકોમાં જાગૃતિ આવે અને લોકોને ખોટી લોભામણી સ્કીમો, અને ભ્રામક જાહેરાતોના માધ્યમ થી છેતરાતા બચાવવા માટે એડવોકેટ રેખાબેન ઓડેદરા તથા રાજનભાઈ ટીંબા દ્વારા પોરબંદર જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની શરૂઆત કરી છે.
પોરબંદર શહેર જિલ્લાભરના ગ્રાહકોના હકક માટે આ સંસ્થા કાર્યરત રહેશે. પોરબંદર જિલ્લામાં તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકો જે શોસ્યલ મીડિયાના માધ્યમથી લોભામણી જાહેરાતોમાં આવી ને છેતરાય છે.
તેમજ સમાજમાં ભેળચેળ, નકલી દવાઓ, નકલી બિયારણો,તથા લોભામણી જાહેરાતો કરી વસ્તુઓનું વેચાણ કરાતું હોય છે.ત્યારે ગ્રાહકોમાં અપૂરતી માહિતી અને જાગૃતિના આભવે તેમજ લોભામણી છેતરામણી જાહેરાતોમાં આવી ગ્રાહકો છેતરપિંડી નો ભોગ બનતા હોય છે ત્યારે આ સેમિનારમાં જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાયદાકિય કાર્યવાહી શું થઈ શકે. કેવી રીતે કરાય સહિતની કાયદાકિય સમજ આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રેખાબેન ઓડેદરા એ અખબારી મધ્ય દ્વારા એક યાદીમાં જણાવેલ કે કોઈ પણ ગ્રાહકોને છેતરપિંડી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો આપેલ કોન્ટેક્ટ નંબર ૮૧૪૦૦૫૦૬૪૪ અને ઉપ પ્રમુખ રાજનભાઈ ટીંબા ના મોબાઈલ નંબર ૯૦૪૬૧ ૫૪૩૮૭ ઉપર સંપર્ક સાધી શકાશે.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


