GUJARAT : હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ

0
67
meetarticle

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું હજી પણ યથાવત છે. રાજસ્થાન તરફથી આવતી એક કન્ટેનર ટ્રકને હાલોલ વડોદરા સ્ટેટ હાઇવે ઉપર આસોજ ગામની સીમમાં જરોદ પોલીસે ગઈ રાત્રે રોકીને તપાસ કરતા કન્ટેનર ટ્રકમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે રૂપિયા 39.65 લાખ કિંમતની 36048 દારૂની બોટલો, બે મોબાઈલ અને કન્ટેનર ટ્રક મળી કુલ 59.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકના ડ્રાઇવર શંકરલાલ હકમાલાલ રબારી (રહે.કુવારિયા ગામ, રબારી ફળિયુ, તાલુકો કુંભલગઢ, રાજસ્થાન) તેમજ ક્લીનર રાજેન્દ્રસિંહ નિર્ભયસિંહ કિતાવત (રહે. માલકાગુડા, છોરાવાળામાં, તાલુકો જીલ્લો રાજસમદ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ કરતા રાજસ્થાનમાંથી રામલાલ નામની વ્યક્તિએ દારૂનો જથ્થો ભરીને કન્ટેનર ટ્રક આપી હતી અને ગોલ્ડન ચોકડી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here