વડગામ તાલુકાના મેતા ગ્રામ પંચાયત માં સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરાતાં ખળભળાટ મચી ગયો છે.
બાર સભ્યો ધરાવતી મેતા ગ્રામ પંચાયત માં દસ સભ્ય મળી ને સરપંચ ના ગેર વહીવટ થી કંટાળી જઈ ને અવિશ્વાસ ની દરખાસ્ત વડગામ ટીડીઓ સમક્ષ રજૂ કરાઇ છે.જેમા મેતા પંચાયત ના સભ્યો દ્રારા સરપંચ સામે આક્ષેપ કરીને જણાવ્યુ છે કે સરપંચ મુર્તુજાઅલી નસીરભાઇ પલસાણીયા પંચાયત માં સત્તાનો દુર ઉપયોગ કરીને પંચાયત મા ગેર વહીવટ ચલાવી રહ્યા છે.ચુંટાયાના છેલ્લા એક વર્ષ થી પંચાયત ની લગતી કામગીરીમાં મનસ્વી વહીવટ કરી પંચાયત ના સભ્ય ને વિશ્વાસ માં લીધા વીના સરકારી ગ્રાન્ટ નો પણ દુર ઉપયોગ કરતા રહ્યા છે
માસિક મીટીંગ માં ચર્ચાઓ કર્યા વગર પી.વી.સી પાઇપ પોતાના ઘરે ખાંટી નાંખીને સભ્યશ્રીઓ ને વિશ્વાસ મા લીધા વીના જ પંચાયત મા જ ખર્ચ પાડેલ હોવાના ચોકવનારા આક્ષેપ કરાતા મેતા ગામ સહિત તાલુકા ભરમાં ચકચાર મચી ગઈ છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


