નર્મદા સેવાસદન ખાતે સંકલનની બેઠક માંભારે ચર્ચાનો વિષય બનેલા મહત્વ ના મુદ્દાઓ મનરેગા, યાલ મોવી બ્રીજ અને ટ્રાયબલ યુનિર્વસિટીનો મુદ્દો ઉછળતા આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને આડે હાથે લીધા હતા.
એ ઉપરાંત રસ્તાઓ પર પડેલા ખાડા રિપેર કરવા, શાળાઓના ઓરડા બનાવવા અંગે અધિકારીઓ ને આપી કડક સૂચના આપી હતી.
સાંસદ મનસુખ વસાવા એ અધિકારીઓને પલાખા પૂછતા અધિકારીઓમાં સન્નાટો છવાયો હતો.જંગલ જમીન ખેડતા અટકાવવા જતા વન વિભાગના અધિકારીઓ ને ગરીબોને હેરાન નહીં કરવા આપી સૂચના આપી હતી.
સાંસદે રાજપીપલા સરકારી હોસ્પિટલ માં 3 જન્મજાત બાળકોના મોત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. એ ઉપરાંત હોસ્પિટલમાં કાળજી ન લેવાતા મોત ના આંકડા વધી રહ્યા હોવાની સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી.જિલ્લા નું આરોગ્ય સારામાં સારું હોવું જોઈએ એમ જણાવ્યું હતું
ખાસ મહત્વનો મુદ્દો 7 વર્ષ થી ટ્રાઇબલ યુનિવર્સિટી કાર્યરત છે પરંતુ વિધાર્થીઓને ભાડા ના મકાનો માં રહેવું પડે છે . એ શરમજનક હોવાનું મનસુખ વસાવા એ જણાવ્યું હતું.ટ્રાઇબલ યુનિવર્સીટી બની ને તૈયાર છે પણ અધિકારીઓ ના બેદરકારી ને કારણે ચાલુ નથી કરવામાં આવતી..આવનારા દિવસો માં હું વિઝીટ લઇશ
કોઈપણ સંજોગોમાં આ આદિવાસી વિદ્યાર્થીઓનું ભણતર સુધરવું જોઈએ એમ જણાવી અધિકારી ઓને જવાબદારી પૂર્વક કામ કરવા જણાવ્યું હતું
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




