ડભોઇની ધૃવિલ હોસ્પિટલ મા લાંબા લગ્નજીવન બાદ સંતાન પ્રાપ્ત કરતુ દંપતિ માં 22 વર્ષે એક માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી 22વર્ષ ના લાંબા લગ્નજીવન બાદ પુત્ર નો જન્મ થતાં પરિવાર માં ખુશીની લહેર વ્યાપી હતી.
ડૉ ધર્મેશ પટેલ નાં હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા પરિવાર મા પુત્ર વધુ એ 22 વર્ષે દીકરા ને જન્મ આપ્યો. ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના લતાબેન કનુભાઈ બારીયા નાઓ ડભોઇ ખાતે ધ્રુવિલ હોસ્પિટલ બાળક નાં થતુંહોવા ને લઇ સારવાર માટે આવ્યા હતા નિષ્ણાત તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી 22 વર્ષ બાદ બાળક ની સફળ ડિલિવરી કરાવી હતી દીકરા નો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.
લગ્ન જીવન મા સંતાન પ્રાપ્તિ એ દંપતિમાટે સફળ લગ્ન જીવન મનાય છે અને આપણા સમાજ મા સંતાન વિના ના દંપતિ ની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાય માતા બનવું દરેક સ્ત્રી ની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્નજીવન મા દરાર પણ આવે છે જેમા કેટલીક વખત કોઈ શારિરીક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારે કનુભાઈ બારીયા પરિવાર દ્વારા ધૃવિલ હોસ્પિટલ ના ડોક્ટર ધર્મેશ પટેલ અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો…



