બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર ઢાકામાં કોર્ટ કેસ શરુ કરવામાં આવ્યા છે. કોર્ટે સીનિયર વકીલ રાખવા માટે પણ પરવાનગી આપી નથી.
આ કારણે ન્યાય પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠવવામાં આવી રહ્યા છે. ભારતમાં શરણ લઇ રહેલા શેખ હસીના સામે મુસીબતોનો પહાડો જોવા મળી રહ્યો છે.
શેખ હસીના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા
ભારતમાં શરણ લઇ રહેલા બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર કોર્ટની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઢાકામાં તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના વચ્ચે હેરાન કરનારી વાત એ છે કે, ત્યાંની કોર્ટે શેખ હસીનાને પોતાનો પક્ષ રાખવા માટે વકીલ રાખવાની પણ પરવાનગી આપી નથી. આ બધાની વચ્ચે પ્રશ્ન એ ઉભો થયો છે કે, શું શેખ હસીનાને યોગ્ય ન્યાય મળી શકશે? સીનિયર વકીલ જી.આઇ.ખાન પન્નાએ શેખ હસીનાને બચાવવા માટે ઇચ્છા દર્શાવી હતી.
પરંતુ તેમની અરજી ફગાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ગુના ન્યાયાધિકરણના ત્રણ જજની ખંડપીઠની પેનલના ચેરમેન એમ.ગોલામ મોજુમદરે કહ્યુ છે કે, સરકારે શેખ હસીના માટે એક વકીલ નિયુક્ત કર્યા છે. અને હવે આ મામલે કોઇપણ પ્રકારનો બદલાવ સંભવ નથી.
બાંગ્લાદેશમાં રાજકીય હલચલ
કોર્ટ પ્રક્રિયાને નજીકથી જોનાર બ્રિટિશ પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા ડેવિડ બર્ગમૈને કોર્ટ કાર્યવાહી પર સવાલ ઉભા કર્યા છે. બન્ને આરોપીઓ માટે એક જ વકીલ રાખવો યોગ્ય નથી. કારણ કે તે બન્નેના કેસ અસગ-અલગ છે. તેથી તેમના માટે બચાવ કરવો પણ ઉચિત નથી. શેખ હસીના પર માનવતા હનનના આરોપ લાગ્યા છે. જુલાઇ 2024માં વિદ્યાર્થીઓ સંગઠનના આંદોલન બાદ શેખ હસીના પોતાના દેશમાંથી સત્તા છોડીને પલાયન થયા હતા. જે બાદ બાંગ્લાદેશમાં રાજકીય હલચલ જોવા મળી છે.


