થરાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન. આંદોલનને બનાસકાંઠા ગૌભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું.
રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર આંદોલનકારીઓએ એક મહત્વનો સંકલ્પ લીધો છે.
તેમણે જાહેર કર્યું કે જે વ્યક્તિ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે આગળ આવશે, તેને જ મત આપવામાં આવશે. આગામી દિવસોમાં જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની આપી ચીમકી.
ગૌરક્ષકોએ મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી હતી.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર




