એક ગાય માતા રેલવે ટ્રેકના નીચેના ભાગમાં ઊંડાણ વાળા વિસ્તારમાં કાદવ માં ફસાઈ ગયેલી હતી , જે છેલ્લા 24 કલાકથી અંદર હતી તેની જાણ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા આયામ અને ભગીરથ જીવદયા સંસ્થાને ધ્યાનમાં આવતા મોડી રાત્રે ગૌરક્ષકોએ ભારે જહેમત થી ગાય ને કાદવ માંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો, હતો
છતાં પણ સફળ ના થવાથી વહેલી સવારે ગાય ને બહાર કાઢવા માટે જેસીબી અને 2 ક્રેન બોલાવીને ગૌરક્ષકો અને બજરંગ દળ ભગીરથ જીવદયાના કાર્યકર્તાઓએ ગાય બહાર કાઢીને ગાયની સારવાર કરવામાં આવી હતી
આ કાર્યમાં જોડાયેલા દરેક કાર્યકર્તાઓ આભારી છે અને સાથે પ્રવીણ ક્રેન સર્વિસ અને મહાકાલી જેસીબી ના માલિક નો પણ ખુબ ખુબ આભાર જેમને તાત્કાલિક મોકલીને ગૌ માતાને બચાવી ગૌ પ્રેમી અને ગૌરક્ષકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે જે પણ માલિકોની ગાયોને જાહેર રસ્તામાં અને બજારમાં છોડી દેવામાં આવે છે તેનાથી સ્થાનિક જનતા હેરાન થાય છે અવારનવાર એકસીડન્ટના ભોગ બને છે અને ગાય માતા પણ ગંદકીમાં કચરો, પ્લાસ્ટિક ખાવાથી નુકસાન થતું હોય છે તો આ બાબતે કાળજી રાખીને આપણું ગૌધન બચાવીએ…



