શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર રોડ પર હોટેલ સરોવર પાસે એક દુર્ઘટના બની હતી. એક ગાય અચાનક ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી, જેના કારણે ભારે હલચલ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને ગાયને બચાવવાનું કાર્ય શરૂ કર્યું. સૌપ્રથમ, ગાય જ્યાં પડી હતી તે ડ્રેનેજ ચેમ્બરને બ્રેકરની મદદથી તોડી પાડવામાં આવ્યું. ત્યારબાદ, એક JCB મશીનનો ઉપયોગ કરીને ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
આ સફળ રેસ્ક્યૂ ઓપરેશન બદલ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. જોકે, આ ઘટનાએ ખુલ્લી ગટરો અને ડ્રેનેજ સિસ્ટમની જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જે સ્પષ્ટપણે તંત્રની બેદરકારી તરફ ઈશારો કરે છે. આ પ્રકારની ખુલ્લી ગટરોથી પશુઓ અને માનવીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


