સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા કુખ્યાત આરોપીઓ બંને સગા ભાઇઓ છે. બંનેને પોલીસે રાજસ્થાન,ઉત્તર પ્રદેશથી ઝડપ્યા છે. અપહરણ-હત્યા કેસમાં આરોપીઓ જેલમાં હતા. આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ ફરાર થયા હતા. 2023માં કડોદરામાંથી કિશોરનું અપહરણ કર્યુ હતું.
કિશોરનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી.મોનુ યાદવ અને સોનુ યાદવની ધરપકડ કરવામાં આવી છે.લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ અપહરણ તથા હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયા મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે ફરાર થયેલા કુખ્યાત રીઢા બે સગા ભાઇઓને ઝડપી પાડ્યા છે.પોલીસે બંને આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા છે.આરોપીઓ વર્ષ 2023માં કડોદરા GIDC વિસ્તારમાં ચકચારીના બાળ કિશોરના અપહરણ વિથ મર્ડર કેસના છે.આ મામલે કડોદરા GIDC પોલીસે આરોપી મોનુ ગોવીંદ યાદવ અને સોનું ગોવિંદ યાદવને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સગા ભાઈઓ પર કેસ ચાલતો હતો તથા લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતા. વર્ષ 2023માં જ બંને આરોપીઓ 7 દિવસના જામીન પર બહાર આવ્યો હતા. જમીન પૂર્ણ થયા બાદ આરોપીઓ હાજર નઈ થઈ ફરાર થઈ ગયા હતા.જે મામલે આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


