ગણેશ ઉત્સવની ઉજવણી દેશના તમામ શહેરોની ગલીએ ગલીએ તથા દેશના તમામ ગામમા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિઘ્નહર્તા દેવ ગણેશની ઙપૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે વર્ષોથી ડભોઇ નગરમાં પણ દરેક મોહલ્લા અને શેરીમાં ગણેશજીની સ્થાપના કરી દસ દિવસ સુધી ગણપતિજીની પૂજા, અર્ચના, આરાધના અને પ્રાર્થના કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે નગરપાલિકા ખાતે પણ ભગવાન ગણેશજીની મૂર્તિનીં સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ભક્તિ ભાવ થી પૂજા અર્ચના કરી તેમજ નગરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નગરપાલિકા પરિવાર દ્વારા પ્રાર્થના કરી પાંચમા દિવસે ગણેશજીની મૂર્તિનું કુત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રકૃતિને જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવ નું નિર્માણ હીરા ભાગોળ પાસે આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે. આ કુત્રિમ તળાવમા નગર તથા તાલુકાના ગામોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. ડભોઇ નગરપાલિકા ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરતા સમગ્ર પાલિકા સદસ્યશ્રીઓ તથા કર્મચારીઓ વિસર્જનયાત્રામાં ઉપસ્થિત રહી બાપ્પા ને વિદાય આપી હતી. નગરપાલિકા ચિફઓફિસર જયકીશન તડવી, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, કોપીન પટેલ, પ્રાચી પટેલ, દર્શન પીઠવા દ્વારા આ ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવેલ. જેમાં સહિત નગરપાલિકા કર્મચારી સ્ટાફ સહિત કોર્પોરેટરો વિસર્જન યાત્રા માં જોડાયા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


