VADODARA : ડભોઇ તાલુકામાં ટ્રેક્ટરના વ્હિલ પર ચોટેલી ચીકણી માટી દ્વિચક્રી વાહન ચાલકો માટે જીવલેણ,લ સાફ કર્યા પછી મુખ્ય માર્ગ પર આવે તેવી લોકમાંગ

0
50
meetarticle

ડભોઇ તાલુકામાં ખેડૂતો વ્હીલ સાફ કર્યા પછી મુખ્ય માર્ગ પર આવે તેવી લોકમાંગ ટ્રેક્ટરના વ્હિલ પર ચોટેલી ચીકણી માટી દ્વિચક્રી વાહન ચાલકો માટે ક્યારેક જીવલેણ નિવડી શકે છે


ડભોઇ તાલુકો ખેતી કરવા માટે ઉત્તમ તાલુકા તરીકે ગણાય છે. વડોદરા – જિલ્લામાં મુખ્યત્વે કપાસ, ડાંગર, જુવાર – અને બાજરી ની ખેતી થાય છે. = ચોમાસાની ઋત્તુની વિધિવત શરૂઆત થતા ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી – કરવા તેમજ ખેડવા માટે પહોંચી ગયેલ છે ખેડ પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તેઓ – પોતાના ટ્રેક્ટર ખેતરમાંથી બહાર લઈ = મુખ્ય માર્ગ પર આવે છે. ત્યારે તેના ટાયરો પર અને અન્ય જગ્યાએ મોટા પ્રમાણમાં ચીકણી માટી ચોટેલી હોય ” છે. વરસાદને લઈ રોડ ભીના હોવાથી તે માટી મુખ્ય રોડ પર ચોંટી જાય છે.

અને આ રોડ કેટલા કિલોમીટર સુધી માટી વાળો થતો જાય છે. જેથી આ મુખ્ય માર્ગ પર થી પસાર થતાં ટુ-વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ખેતરની માટી ચોટેલી હોવાથી ટુવિલર વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે. જેને લઈને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચે છે. આવા બનાવો વારંવાર બનવાથી ટુ વ્હીલર વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠેલ છે. આ ખેતરની માટી ચિકાસ વાળી હોવાથી ટુવિલર વાહન ચાલકોને બહુ જ ધીરે ધીરે ટુ વ્હીલર ચલાવવા પડે છે. આને લઇ કેટલીક વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. તો આ અંગે ખેત માલિકો અને ખેડ પ્રવૃત્તિ કરતા ખેડૂતોએ આ અંગે વિચારવું જોઈએ. તેઓએ ટ્રેક્ટરના
ટાયરો સાફ કર્યા પછી જ મુખ્ય માર્ગ પર આવવું જોઈએ એ આજના સમયની માગ છે.
ખેતી પ્રવૃત્તિ કરનાર તેઓના ટેક્ટર પાછળ લોખંડની ટાયર સાથે જે રીંગ લગાવવામાં આવે છે. અને પાછળ લોખંડના દાંતીવાડા ઓજાર લગાવવામાં આવે છે. આ બંને વસ્તુ લગાવેલા ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને ના નીકળાય એવા નિયમો આરટીઓએ જાહેર કરેલ છે ખરા ખેત પ્રવૃત્તિ કરતા ખેડૂતો ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને નીકળી પડે છે. તો સત્વરે ખેત પ્રવૃત્તિના સાધનો છૂટા કર્યા પછી અને ટ્રેક્ટરના ટાયરો પર પાણી માર્યા પછી જ ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લાવે તેવી માગ ઉઠવા પામી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here