NATIONAL : દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી

0
146
meetarticle

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં ટોલની આવક વર્ષોથી નોંધપાત્ર રીતે વધી છે. તેમણે કહ્યું કે, દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ટોલ વસૂલાત ફક્ત ખર્ચ વસૂલાત માટે નથી, પરંતુ નિયમો મુજબ ઉપયોગ ફી છે. સરકારી કે ખાનગી પ્રોજેક્ટ મુજબ ટોલનો સમયગાળો અને દર નિશ્ચિત હોય છે.

દેશમાં ટોલ પ્લાઝા અને સરકારી આવક

  • જૂન 2025 સુધી કુલ ટોલ પ્લાઝા : 1,087
  • દૈનિક ટોલ આવક : 168.24 કરોડ રૂપિયા
  • 2024-25માં કુલ ટોલ આવક : 61,408.15 કરોડ રૂપિયા
  • જાહેર ભંડોળથી ચાલતા પ્લાઝા : 28,823.74 કરોડ  રૂપિયા
  • ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત પ્લાઝા : 32,584.41 કરોડ રૂપિયાનેશનલ હાઈવે ટોલ ફ્રી કરવાની કોઈ યોજના નથી : સરકારસરકારે કહ્યું છે કે, નેશનલ હાઈવેને ટોલ-ફ્રી કરાવ માટેની કોઈ યોજના નથી. વસૂલીથી મળેલ નાણાં સેન્ટ્રલ કોન્સોલિડેટેડ ફંડમાં જાય છે અને તે જ નાણાંથી નવા રસ્તાઓ બનાવવામાં અને રિપેરિંગ કરવામાં આવે છે. બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર હેઠળ પ્રોજેક્ટમાં નિર્ધારીત સમયગાળા બાદ ટોલ સરકારને સોંપી દેવામાં આવે છે, પછી સરકાર જ વસૂલી કરે છે.

ટોલની આવક વધવાના ત્રણ મુખ્ય કારણો

  1. 2021થી FASTag ફરજિયાત બન્યા પછી ટોલ સંગ્રહ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બન્યો છે.
  2. નવા માર્ગોના નિર્માણથી ટોલ પ્લાઝાની સંખ્યા અને આવક બંનેમાં વધારો થયો છે.
  3. દેશમાં વાહનોની સંખ્યા વધવાથી ટોલ કલેક્શનમાં પણ સીધો વધારો થયો છે.

2025ના પ્રથમ ત્રણ મહિનામાં ફાસ્ટેગ દ્વારા 20,681.87 કરોડની આવક

નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન 2025) FASTag દ્વારા ટોલ વસૂલાત રૂપિયા 20,681.87 કરોડ થઈ હતી, જે પાછલા વર્ષના સમાન સમયગાળા કરતાં 19.6% નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં ટોલ કલેક્શન રૂપિયા 64,809.86 કરોડ રહ્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં 35%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલથી ફેબ્રુઆરી સુધી)માં ટોલ કલેક્શનના આંકડા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશ રૂપિયા 7,060 કરોડની આવક સાથે ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ રાજસ્થાન અને મહારાષ્ટ્રનો ક્રમ હતો. સરકારે ટોલની આવકનો ઉપયોગ રસ્તાઓના નિર્માણ માટે ખાનગી રોકાણ આકર્ષવા માટે પણ કર્યો છે. સંસદમાં રજૂ થયેલા ડેટા મુજબ, 2014-15માં રૂપિયા 19,232 કરોડનું ખાનગી રોકાણ 2023-24માં રૂપિયા 34,805 કરોડ સુધી પહોંચ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here