BUSINESS : ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.118 તેજ, ચાંદીનો વાયદો રૂ.359 નરમ

0
73
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.101435.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12891.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88541.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23525 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.733.66 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10286.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.100195ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100567 અને નીચામાં રૂ.100195ના સ્તરને સ્પર્શી, રૂ.100384ના આગલા બંધ સામે રૂ.118 વધી રૂ.100502ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.180 વધી રૂ.80239ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.10046 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.203 વધી રૂ.100060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99483ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100180 અને નીચામાં રૂ.99483ના મથાળે અથડાઈ, રૂ.99878ના આગલા બંધ સામે રૂ.209 વધી રૂ.100087ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.115727ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.116500 અને નીચામાં રૂ.115727ના મથાળે અથડાઈ, રૂ.116236ના આગલા બંધ સામે રૂ.359 ઘટી રૂ.115877 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.45 ઘટી રૂ.115820 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.32 વધી રૂ.116015ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.922.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ઓગસ્ટ વાયદો રૂ.1.95 વધી રૂ.882.5 થયો હતો. જસત ઓગસ્ટ વાયદો 80 પૈસા ઘટી રૂ.266.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો 55 પૈસા ઘટી રૂ.251ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ઓગસ્ટ વાયદો કોઈ ફેરફાર વગર રૂ.180.2 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1667.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4202ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4202 અને નીચામાં રૂ.4168ના સ્તરને સ્પર્શી, રૂ.66 ઘટી રૂ.4170 થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5577ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5634 અને નીચામાં રૂ.5577ના સ્તરને સ્પર્શી, રૂ.5572ના આગલા બંધ સામે રૂ.51 વધી રૂ.5623 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.51 વધી રૂ.5625ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.1 ઘટી રૂ.231.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.4.2 ઘટી રૂ.231.7ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.953.4ના ભાવે ખૂલી, રૂ.17.7 ઘટી રૂ.936.7ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.2625ના ભાવે ખૂલી, રૂ.79 વધી રૂ.2743ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4666.99 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.5619.26 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.553.16 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.151.46 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.9.96 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.207.06 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.18.10 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.269.64 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1379.91 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.12.70 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.97 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14628 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49212 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 17928 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 204731 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17865 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24085 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39823 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 152887 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 798 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14189 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 54074 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23502 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23539 પોઇન્ટના સ્તર અને નીચામાં 23485 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 59 પોઇન્ટ વધી 23525 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.23.5 વધી રૂ.190.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.12.65ના ભાવે બોલાયો હતો.

સોનું ઓગસ્ટ રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.40.5 ઘટી રૂ.136ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.118000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.126 ઘટી રૂ.225ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા વધી રૂ.11.8 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 6 પૈસા વધી રૂ.2.61 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.33 ઘટી રૂ.164.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.14.75 થયો હતો.

સોનું ઓગસ્ટ રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.92.5 ઘટી રૂ.132 થયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.5 ઘટી રૂ.455 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 51 પૈસા ઘટી રૂ.5.09ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 19 પૈસા વધી રૂ.1.7 થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here