રાજ્ય સરકારની સુચના મુજબ દરેક સરકારી કચેરીઓમા ‘મહિલાઓની જાતિય સતામણી અંગેની કમિટિ’ ની રચના કરી તે અંગેની કમિટિ મેમ્બરની યાદી કચેરીમા પ્રદર્શિત કરવી જરૂરી હોય, જે કચેરીઓની આ કાર્યવાહી બાકી હોય તેમને સત્વરે તે પૂર્ણ કરવાની સૂચના ડાંગ કલેકટર સુશ્રી શાલિની દુહાને આપી છે.
ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમા માર્ગદર્શન પુરૂ પાડતા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને પોતાના હસ્તકના જર્જરિત મકાનોની વિગતો સમયસર રજુ કરવા સાથે પદાધિકારીઓની રજૂઆતો/પ્રશ્નો, સી.એમ.ડેશબોર્ડની કામગીરી, કર્મયોગી પોર્ટલની બાબતો, જિલ્લાની ધ્યાનાકર્ષક બાબતોની વિગતો, તથા ‘જેડા’ અને વન વિભાગના આગામી કાર્યક્રમો વિશે સંબંધિત વિભાગો/કચેરીઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમા સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ સહિત
ભાગ-૨ની બેઠકના નિયત મુદ્દાઓ સંદર્ભે સૌને કાર્યવાહી હાથ ધરવાની હિમાયત કરી હતી.
જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકની સાથે રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, કાયદો અને વ્યવસ્થા, ઈઝ ઓફ ડુઇંગ, સ્વચ્છતા સમિતિ સહિતની શ્રેણીબદ્ધ બેઠકોમા પણ કલેક્ટરશ્રીએ ઉપયોગી સૂચનો સાથે સંબંધિત અધિકારીઓને પૂરક માર્ગદર્શન આપ્યુ હતુ.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સહાયક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારી સુશ્રી સ્મિતાબેન પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી કે.બી.કુકણા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી વી.કે.જોષીએ પૂરક વિગતો રજૂ કરી હતી.


