GUJARAT : ડાંગનાં ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ગલકુંડ ગ્રામ પચાયત કચેરીનાં મકાનનું લોકાપર્ણ

0
134
meetarticle

ડાંગ જિલ્લા પચાયત હસ્તક આવતા આહવા તાલુકા પચાયતનાં ગલકુંડ ગ્રામ પચાયત નું જુનું મકાન જર્જરિત થઈ ગયું હતું જેથી ગુજરાત સરકારે મહાત્માં ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનાં માંથી ગલકુંડ ગ્રામ પચાયત મકાન માટે રૂપિયા 14 લાખ મંજુર કર્યા હતાં ગલકુંડ ગ્રામ પચાયતનાં માજી સરપચ તથા સદસ્યો અને વહીવટદારે ગ્રામ પચાયત કચેરી મકાન કામગીરી કરાવી તૈયાર કરાવ્યું છે

જેનું આજરોજ ડાંગનાં ધારાશભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે રીબીન કાપી લોકો માટે લોકાપર્ણ કરવામાં આવ્યું છે ગલકુંડ ગ્રામ પચાયત કચેરી નું મકાન શુભારંભ થતાં જેનો લાભ ગલકુંડ,ઊખાટીયા,સિંનબંધ,ખૈરીયા,જામદર,પાયરપાડા ગામોનાં આમ પ્રજાને થશે

આ કાર્યક્રમ માં આહવા તાલુકા પચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી,વધઈ તાલુકા પચાયતનાં પ્રમુખ ચંદરભાઈ ગાવિત , ગલકુંડ ગ્રામ પચાયતનાં સરપંચ સુરેશભાઈ વાધ,ઊપસંરપચ કલ્પેશભાઈ પવાર, ગ્રામ પચાયતનાં તમામ સદસ્યો અને તલાટી કમ મંત્રી અને મોટી સંખ્યામાં ગ્રામલોકો ઊપસ્થિત રહયાં હતાં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here