GUJARAT : અંકલેશ્વરના સ્ટેટ હાઇવે પર ભુવો પડતા વાહનચાલકો માટે જોખમ, એક જાગૃત નાગરિકે અટકાવ્યો મોટો અકસ્માત

0
182
meetarticle

અંકલેશ્વર શહેરના સ્ટેટ હાઇવે પર, જૂની મામલતદાર કચેરી પાસે, રસ્તા પર એક મોટો ભુવો પડ્યો છે. પાલિકા હસ્તકના આ માર્ગ પર ડ્રેનેજ લાઇન ચેમ્બર બેસી જવાથી આ ભુવો સર્જાયો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે.

આ ભુવો લગભગ દોઢથી બે ફૂટ પહોળો અને 10થી 12 ફૂટ ઊંડો છે. રસ્તો હજુ પણ તૂટી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આ જોખમી સ્થિતિને જોતા, એક જાગૃત નાગરિકે તાત્કાલિક ભુવાની આસપાસ બ્લોક મૂકી દીધા હતા, જેથી કોઈ મોટો અકસ્માત થતો અટકી ગયો. આ નાગરિકની સમયસૂચકતાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

આ માર્ગ પરથી શ્રીજીની શોભાયાત્રા પસાર થવાની હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. પાલિકાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે, પરંતુ તાત્કાલિક સમારકામ કરવું અત્યંત જરૂરી છે, જેથી યાત્રામાં કોઈ વિક્ષેપ ન પડે અને વાહનચાલકો માટે સલામતી જળવાઈ રહે. શહેરમાં પહેલાથી જ રસ્તાઓ પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન છે, ત્યારે આ ભુવાએ તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પાલિકાએ તાત્કાલિક ધોરણે આ ભુવાનું સમારકામ કરી, વાહનવ્યવહારને સુરક્ષિત બનાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here