GUJARAT : ડાંગમા મેઘ મહેર : છેલ્લા ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૨૬ મી.મી. વરસાદ નોંધાયો :

0
42
meetarticle

રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા ફરીથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પાપ્ત થયેલી વિગતો અનુસાર આજે એટલે કે તા. ૨૫/૮/૨૦૨૫ના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીના દસ કલાકમા સરેરાશ ૨૬ મી.મી. વરસાદ (મોસમનો કુલ વરસાદ ૧૭૦૬.૬૭ મી.મી.) નોંધાવા પામ્યો છે.

વિગતે જોઈએ તો આ દસ કલાકમા આહવા તાલુકામા ૨૨ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૭૨૩ મી.મી.), વઘઈ તાલુકામા ૩૪ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૭૭૧ મી.મી.), અને સુબીર તાલુકામા ૨૨ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૬૨૬ મી.મી.) મળી જિલ્લામા સરેરાશ ૨૬ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૭૦૬.૬૭ મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે.

દરમિયાન આ વરસાદને પગલે સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકનો એક માર્ગ ખાતળ ફાટકથી ઘોડી રોડ જે માઇનોર બ્રિજ ઓવરટોપિંગ થવાથી બંધ થવા પામ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.

જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here