SABARKANTHA : પ્રાંતિજ તથા તાલુકામાં મા દશામાની મૂર્તિઓનુ વાજતે -ગાજતે વિસર્જન કરવામાં આવ્યું

0
103
meetarticle

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના દશ દિવસ ના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાજતેગાજતે મા દશામાની મૂર્તિ ઓનુ વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેરઠેર કરવામાં આવ્યું હતું

પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિ નું દશ દિવસ માટે પોતાના ધરે સ્થાપણ કરી દશ દિવસ ઉપાસ કરી સવાર સાંજ માંની આરતી ઉતારી માને ભાવતાં ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોયછે અને માંના આશીર્વાદ લેતા હોયછે જયારે દશમાં દિવસે આખીરાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિ નું તળાવ કે નદીમાં પધરામણી કરી વ્રત નું સમાપન કરેછે ત્યારે પ્રાંતિજ સહિત પંથક માં ઠેરઠેર તળાવ બોખ નદીમાં મા દશામાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતાં જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવીહતી જયારે મંદિર ના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જયારે મા દશામાના મંદિર ના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદ ભાઇ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવીહતી ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા પણ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો તો પ્રાંતિજ ફાયર ટીમ તથા ભોઇ સમાજ ના યુવાનો દ્રારા દરવર્ષ ની જેમ મૂર્તિ વિસર્જન મા પોતાનો સહિયોગ પુરો પાડ્યો હતો

REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here