ડભોઇ શહેર અને તાલુકામાં દસ દિવસ દશામાની આરાધના કરી ભક્તિ ભાવમાં દસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ બાદ તેઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શરૂ થયેલા દશામાં વ્રતની થઈ પુર્ણાહુતિ દશામાંના દસ દિવસ વ્રતની પૂર્ણાહુતિ થતા ડભોઇ યાત્રાધામ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નાની મોટી સેંકડો પ્રતિમાઓનું વિસર્જન કરાયું
જિલ્લાભરમાંથી નાની મોટી સેંકડો પ્રતિમાઓ સાથે ઢોલ ત્રાસાના સથવારે સવારીઓ નદી કિનારે પહોંચી શનિવારે જાગરણની રાત્રે થી રવિવાર સવાર સુધી મૂર્તિ વિસર્જન ની ચહલ પહલ જોવા મળી માતાજીના દસ દિવસના આતિથ્ય બાદ ભાવિકોએ નર્મદા નદી કિનારે પહોંચી આરતી પૂજન કરી બોટ દ્વારા નદી મધ્યે જઈ પ્રતિમાઓનું વિસર્જન કર્યું
નર્મદા નદીની જળ સપાટી વધુ હોય પોલીસ તંત્ર, ગ્રામ પંચાયત તેમજ નાવિક શ્રમજીવીઓએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સામુહિક રીતે વ્યવસ્થાપન જાળવ્યું હતું
REPOTER :ફકીરા ખત્રી ડભોઈ


