મધ્યમ વર્ગની દીકરી દેવ્યાનીબા ઝાલાએ રાજકોટનું દેશમાં નામ રોશન કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ ટૂર્નામેન્ટમાં 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટ 53.87 સેકન્ડમાં દોડ પૂરી કરીને પોતાની અદ્બભુત ક્ષમતા સાબિત કરી બતાવી છે.
દેવ્યાનીબા ઝાલાએ રાજકોટનું દેશમાં નામ રોશન કર્યું
યુનિવર્સિટી સંલગ્ન વીરબાઈ મહિલા કોલેજમાં SY B.Aમાં અભ્યાસ કરતી દેવ્યાનીબા ઝાલાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેળવી તેણે પોતાની કાબેલિયત સાબિત કરી આપી છે. જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સીટી ગેઇમ્સમાં ક્વોલિફાઇ થયા હોવા છતાં ભાગ લઈ શક્યા ન હતા. ભુવનેશ્વરી કીટ યુનિવર્સિટીની ભૂલના કારણે 400 મીટર દોડમાં ભાગ લઈ શક્યા ન હતા. બાદમાં હિંમત ન હારી અને 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.


