KHEDA : કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો

0
52
meetarticle

કપડવંજના સાલોડ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કાર ગુરૂવારે ખાબકી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે ૨૦ કલાકની શોધખોળ બાદ ઈકો ગાડીને બહાક કઢાઈ હતી. ચાર કલાક બાદ કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
કપડવંજ તાલુકાના સાલોડ ગામ પાસે નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકી હતી. કારમાં સવારે કાર ઉપરથી બચાવો…બચાવોની બૂમો પાડી હતી. કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનામાં મોટી સંખ્યામાં ટોળા ઉમટયા હતા.

સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ દ્વારા મોડી રાત સુધી શોધખોળ કરવા છતા કંઈ હાથ લાગ્યું ન હતું. ત્યારે શુક્રવારે સવારથી શોધખોળ શરૂ કરાતા પાણીમાંથી ઈકો કાર મળી હતી. કારને રસ્સા વડે બહાર કાઢવામાં આવી હતી. બાદમાં ચાર કલાકની શોધખોળ બાદ કાર ચાલક શંકરભાઈ પુરોહિત (ઉં.વ.૩૪)નો મૃતદેહ મળી આવ્યો હતો. કાર ચાલક મુળ રાજસ્થાનના કપડવંજ તાલુકાના સાલોડ પંચાયત વિસ્તારમાં બ્રિક્સ એન્ડ કંપની લિમિટેડ સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ વધુ તપાસ આદરી કાર્યવાહી કરી રહી છે.

કપડવંજથી સાલોડ તરફ આવતા સાલોડ નીસીમના વળાંક ઉપર ડંકાના મુવાડાથી સાલોડનું પરૂ શંકરપુરા વચ્ચે પ્રોટેક્શન વૉલ ન હોવાથી કાર કેનાલમાં ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here