RAJKOT : ઉપલેટામાં નાગનાથ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દીપ રાઠોડ ઝડપાયો

0
79
meetarticle

રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉપલેટા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડયો છે, આ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂની અલગ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૩૨૪ નંગ બોટલો સહિત કુલ રૂપિયા ૨.૯૪ લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.

રાજકોટ રૂરલ એલસીબી પોલીસના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીના જવાનો કાર્યરત હતા એ દરમ્યાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડ.કોન્સ અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઈ જોષીને મળેલ બાતમી આધારે ઉપલેટા નાગનાથ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દીપ ઉર્ફે ટીલ્યો કીરીટભાઈ રાઠોડ (રહે ઉપલેટા કૃષ્ણકેક ઓઈલમીલ રોડ વિજયનગર સોસાયટીમાં) આરોપીના કબ્જામાંથી મળી આવેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩૨૪ નંગ બોટલો કિંમત રૂપિયા ૨.૭૪.૩૧૦ તથા મોબાઈલ ફોન એક કિ.રૂ. ૨૦.૦૦૦ મળી કુલ રૂપિયા ૨.૯૪.૩૧૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસના હવાલે કર્યો હતો.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here