ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીની બીજા વર્ષની વિદ્યાર્થીની પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોલેજથી થોડે દૂર હુમલો ત્યારે થયો હતો જ્યારે પીડિતા તેની કોલેજ જઈ રહી હતી. પીડિતા પોતાનો ચહેરો બચાવવામાં સફળ રહી પરંતુ તેના હાથમાં દાઝી ગયા છે. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે છોકરી પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. હુમલા પછી તરત જ, રાહદારીઓએ છોકરીને રાહત આપવાનો પ્રયાસ કર્યો અને તેણીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલે અહેવાલ આપ્યો કે પીડિતાના હાથમાં ઈજા થઈ હતી, જેની સારવાર કરવામાં આવી છે. જ્યારે તે કોલેજ તરફ જઈ રહી હતી, ત્યારે તેનો પરિચિત જીતેન્દ્ર તેના મિત્રો, ઇશાન અને અરમાન સાથે મોટરસાયકલ પર આવ્યો હતો.

આરોપ છે કે ઇશાને અરમાનને એક બોટલ આપી હતી. જેણે તેના પર એસિડ ફેંક્યુ હતુ. પીડિતાએ પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના બંને હાથ બળી ગયા હતા. આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, જીતેન્દ્ર તેનો પીછો કરી રહ્યો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ક્રાઇમ સીન અને FSL ટીમે ક્રાઇમ સીનનું નિરીક્ષણ કર્યું હતું.

