DELHI : શું આત્મઘાતી હુમલો હતો કે પછી…? વિસ્ફોટમાં મૃત્યુંઆંક વધીને 10 પર પહોંચ્યો..દર મિનિટે બહાર આવી રહી છે ચોંકાવનારી માહિતી

0
50
meetarticle

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે વિસ્ફોટથી કાર સળગવા લાગી હતી

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે વિસ્ફોટથી કાર સળગવા લાગી હતી. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ 7 ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. એવું કહેવાય છે કે વિસ્ફોટને કારણે ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. FSL ટીમ અને દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સાંજે 6:52 વાગ્યે ચાલતી કારમાં થયો હતો. પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, “આજે સાંજે લગભગ 6:52 વાગ્યે, એક ધીમી ગતિએ ચાલતું વાહન રેડ લાઇટ પર અટકી ગયું અને વાહનમાં વિસ્ફોટ થયો, જેનાથી નજીકના વાહનોને નુકસાન થયું. FSL અને NIA સહિતની તમામ એજન્સીઓ હાજર છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ પણ ફોન કર્યો હતો અને સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે.”

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે દર મિનિટે નવી માહિતી બહાર આવી રહી છે. શું હુમલાખોર આત્મઘાતી બોમ્બર હતો કે પછી કોઈ બીજાની કારમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો? શરૂઆતની તસવીરો ચોંકાવનારી છે, કારણ કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે કારની નજીક એક માણસનો ટુકડાઓમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. જ્યારે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે વિસ્ફોટ એ જ કારમાં થયો હતો કે બીજી કારમાં, NIA અને NSG સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. આ મામલો ટૂંક સમયમાં બહાર આવી શકે છે.

વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. આતંકવાદીઓ સાથે તેનો સંબંધ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ પાર્ક કરેલી કારમાં થયો હતો કે જ્યારે તે ચાલી રહી હતી તે પુષ્ટિ થયેલ નથી. વિસ્ફોટનું સ્થળ ખૂબ જ ભીડભાડવાળું હોવાનું જાણવા મળે છે, જ્યાં સેંકડો લોકો હાજર હતા. તેથી, શક્ય છે કે વિસ્ફોટ મોટી ભીડને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હોય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here