દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં તો માત્રને માત્ર લોકોને રોડ રસ્તાઓ ગટરો ટ્રાયલ ની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે ત્યારે વસી જેવી ગ્રામ પંચાયતોના સેજામા તો કોઈ કામ જ કરવામાં નથી આવ્યા તેવી લોકો બુમરાડ કરી રહ્યા છે ત્યારે લોકોના કહેવા પ્રમાણે સરકાર દ્વારા કરોડો ગ્રાન્ટો ફાળવવામાં આવી પરંતુ કામ કરવાંમાં નથી આવ્યા અને રુપિયા ના બીલ ઉપડી ગયા ના ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા છે ત્યારે કામ થયાં છે કે નથી થયાં તેની કોઈ વિગત વાર માહિતી નથી તેવુ લાગી રહ્યુ છે
ત્યારે સેવાડાના વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી એક પણ રોડ રસ્તાઓ નથી પહોંચ્યા પરંતુ તેમના વિસ્તારના રુપિયા ઉપડી ગયા ના સ્થાનિક લોકોના આક્ષેપ થઇ રહ્યા ત્યારે દાંતા ડીડીઓ અને બનાસકાંઠા જીલ્લામાં ડીડીઓ આની ગંભીરતાથી તપાસ કરાવે તો વસી ગ્રામ પંચાયતના સેજામા થી કરોડો નુ કૌભાંડ બહાર આવે તેમ લાગી રહ્યું છે ત્યારે છે દાંતા તાલુકાની સૌથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતમા છેલ્લા ત્રણ એક વર્ષમાં એક પણ કામ નથી થયું એક પણ વિસ્તારમાં તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે લોકો દ્વારા કહેવામાં આવ્યું અમારી પાસે વોટ લેવાં આવ્યા હતા ત્યારે મોટી મોટી વાતો કરી હતી કે રોડ રસ્તાઓ ગટરો ટ્રાયબ માં આવતી ગ્રાન્ટો તમારા વિસ્તારમાં વાપરીને તમને કોઈ પણ તકલીફ નહીં પડે તેવા વાયદા કરનાર સરપંચ પોતે ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા હાલમાં તો આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હવે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે જઈ તપાસ કરે ત્યારે સામે આવશે કે સાચું કોણ અને ખોટું કોણ પરંતુ હવે તપાસ કરવામાં આવશે કે કેમ કે પછી ભીનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે


