BHAKTI : લાલાના જન્મોત્સવને વધાવવા ભક્તોમાં ઉત્સાહ , પોલીસ દ્વારા ગોઠવાઇ ચુસ્ત વ્યવસ્થા

0
54
meetarticle

આગામી 16મી ઓગષ્ટે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાય તે માટે દ્વારકા મંદિર પ્રશાસન અને પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. દ્વારકામાં જન્માષ્ટમી પર્વ અંતર્ગત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

મંદિર ખાતે 2 DYSP સહિત 356 જવાનો તૈનાત

પોલીસના જણાવ્યા મુજબ દ્વારકા પોલીસે 6 ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને તે મુજબ મંદિર ખાતે 2 DYSP સહિત 356 જવાનો તૈનાત રહેશે. સમગ્ર બંદોબસ્તમાં DYSP ,PI, PSI, ASI સહિત 1153 પોલીસકર્મીઓ તૈનાત રહેશે

બેટ દ્વારકા મંદિરમાં પણ અધિકારીઓ-જવાનો તૈનાત રહેશે.

દ્વારકા જગત મંદિરની સાથે બેટ દ્વારકા મંદિર ખાતે પણ 1 ડીવાયએસપી સહિત 161 પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર જિલ્લામાં કુલ 1725 પોલીસ જવાનો અને અધિકારો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

મંદિર પ્રશાસને કરી ખાસ વ્યવસ્થા

આગામી જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભગવાનનો 5252મો જન્મ દિન ઉજવાશે અને તે માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં ભગવાનના જન્મોત્સવનો લાભ લેવા ઉમટી પડશે. મંદિરમાં ભક્તો સરળતાથી અવર જવર કરી શકે અને પ્રવેશ મેળવી દર્શન કરીને મંદિરમાંથી બહાર નિકળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે.

ઓનલાઇન લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે

ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવા માટે આ વખતે પણ મંદિરને શણગારમાં આવ્યું છે તો રંગબેરંગી રોશની પણ કરવામાં આવી છે. ભકતોની સલામતીને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે અને આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે ભક્તો ભગવાનના રુબરુમાં દર્શન કરવા આવી ના શક્તા હોય તે માટે ઓનલાઇન લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.

ભીડને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન

લોકોની ભીડને ધ્યાનમાં રાખીને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પણ પોલીસ અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા પગલાં લેવાયા છે તો ટ્રાફિક વ્યવસ્થા સુચારુરપે ચાલે તે માટે જાહેરનામુ પણ બહાર પડાયું છે. દ્વારકામાં કેટલાક સ્થળે પાર્કીંગ અને નોન પાર્કીંગ ઝોન પણ જાહેર કરાયા છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here