GUJARAT : શ્રીજીની ભક્તિભાવ પૂર્વક વિદાય: ભરૂચમાં કૃત્રિમ જળકુંડમાં ગણેશ વિસર્જન

0
61
meetarticle

દસ દિવસના આતિથ્ય બાદ, ગતરોજ અનંત ચતુર્થીના શુભ દિવસે ભરૂચમાં ભક્તિભાવ અને અશ્રુભીની આંખો સાથે શ્રીજીની ભવ્ય વિદાય કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા કૃત્રિમ જળકુંડોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

શહેરના મુખ્ય ચાર સ્થળોએ – શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે – નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ જળકુંડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અનંત ચતુર્થીના દિવસે આ કુંડોને ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના જળથી ભરવામાં આવ્યા હતા.
વહેલી સવારથી જ ભક્તો ‘ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ’ના જયઘોષ સાથે ગણેશ પ્રતિમાઓને વાજતે-ગાજતે જળકુંડો સુધી લઈ આવ્યા હતા. ત્યાં આરતી ઉતારીને ભક્તિભાવપૂર્ણ માહોલમાં વિસર્જનની વિધિ સંપન્ન કર દસ દિવસના આતિથ્ય બાદ, ગતરોજ અનંત ચતુર્થીના શુભ દિવસે ભરૂચમાં ભક્તિભાવ અને અશ્રુભીની આંખો સાથે શ્રીજીની ભવ્ય વિદાય કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા કૃત્રિમ જળકુંડોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
શહેરના મુખ્ય ચાર સ્થળોએ – શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે – નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ જળકુંડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અનંત ચતુર્થીના દિવસે આ કુંડોને ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના જળથી ભરવામાં આવ્યા હતા.
વહેલી સવારથી જ ભક્તો ‘ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ’ના જયઘોષ સાથે ગણેશ પ્રતિમાઓને વાજતે-ગાજતે જળકુંડો સુધી લઈ આવ્યા હતા. ત્યાં આરતી ઉતારીને ભક્તિભાવપૂર્ણ માહોલમાં વિસર્જનની વિધિ સંપન્ન કરી હતી.

પર્યાવરણની સુરક્ષા માટે નગરપાલિકાના આયોજન ઉપરાંત, પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેમિકલયુક્ત કલર અને પ્લાસ્ટર ઑફ પેરિસના ઉપયોગને કારણે નર્મદા નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી, છેલ્લા પાંચ વર્ષથી મોટી પ્રતિમાઓ ભાડભૂત ખાતે વિસર્જિત થાય છે.
આ ઉપરાંત, ઘણી નાની ગણેશ પ્રતિમાઓનું ભક્તો દ્વારા ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરિયા’ના નારાઓ સાથે ભક્તોએ ભારે હૈયે ગણેશજીને વિદાય આપી હતી, અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here