રાજાધિરાજ જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી
કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે કોલેશ્વર ધામ કોલડામાં દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામા આવે છે શ્રાવણ શુદ પૂનમના પવિત્ર રક્ષાબંધનના દીવસે બાવન ગજની ધજા ના દાતા સોરઠીયા હિંમતભાઈ બાવભાઈ ના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા….
રાજા ધીરજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પુનમને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે
અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે….
REPOTER : પ્રકાશ વઘાસિયા



