વડા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડિજિટલ એક્સરે કેમ્પ યોજાયો માનનીય જિલ્લા ક્ષય અધિકારી બનાસકાંઠા ના આદેશ મુજબ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ ચૌધરી અને પ્રા આ કેન્દ્ર વડા મેડિકલ ઓફિસર ડો હાર્દિકભાઈ અમીન ના માર્ગદર્શન હેઠળ અને લાલજીભાઈ જોશી STS કાંકરેજ ના સુપરવિઝન હેઠળ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ગણેશભાઈ ની સીધી દેખરેખ હેઠળ પી.એચ.સી. વડા માં પ્રધાનમંત્રીટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકો ના ચેસ્ટ એક્સરે કરવા માં આવ્યા હતા
વનરેબલ પોપ્યુલેશન ધરાવતા 100 જેટલા લાભાર્થી ઓના x ray નિદાન કરી આપવામાં આવેલ. અને લોકો ને ટીબી રોગ વિશે તથા ટીબી રોગની સારવાર વિશે ગામ ના લોકો ને માહિતગાર કરવામાં આવેલ.
આ કેમ્પ માં પ્રા.આ.કે વડા ના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના CHO Mphw તેમજ આશા બહેનો દ્વારા લાભાર્થી ને IEC કરીને PHC પર X-RAY માટે લાવવામાં આવ્યા હતા. અને તેમના છાતીના X RAY કરવામાં આવેલ. તેમજ MPHW ભાઈઓ દ્વારા રજીસ્ટ્રેશન કામગીરી કરવમાં આવેલ.CHO ફી.હે.વ તેમજ આશા બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા


