VADODARA : ડભોઇ તાલુકાના શિનોર રોડની વસાહત શાળાની ધૃણાસ્પદ ઘટનાવડીલ આવ્યા એટલે શિક્ષકે બે બાળકોને ચા-ગુટકા લેવા માટે મોકલી આપતા વાલીઓમાં રોષ

0
66
meetarticle

 

ડભોઇ તાલુકાના શિનોર રોડની વસાહત શાળાની ધૃણાસ્પદ ઘટનાવડીલ આવ્યા એટલે શિક્ષકે બે બાળકોને ચા-ગુટકા લેવા માટે મોકલી આપતા વાલીઓમાં રોષરાજ્ય સરકાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

શાળા-કોલેજના ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરવું પણ ગુનો બને છે. ત્યારે બાળકોને શિક્ષણ આપતા અનેક શિક્ષકો પોતે વ્યસનના બંધાણી છે. કેટલાંક શિક્ષકો તો ચાલુ ક્લાસે ગુટકા, તમાકુનું સેવન કરતા પણ ખચકાતા નથી. બાળકોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપનારા શિક્ષકો શિસ્તનું પાલન કરતા ના હોવાને કારણે તેની ખરાબ અસર | બાળકો ઉપર પડે છે અને કિશોરવયના બાળકો વ્યસનના રવાડે ચઢેલા છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઈ તાલુકાના શિનોર રોડ ઉપર શિનોર રોડ વસાહત બેની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શરમ નેવે મૂકી દીધી હતી.આ શાળામાં ધોરણ એકથી પાંચના ૨૧ બાળકોને ભણાવવા માટે આચાર્ય સહિત બે શિક્ષકો છે. જે પૈકી જીતુભાઈ નામના શિક્ષકે પોતાને મળવા માટે આવેલા મહેમાન સાથે ગપાટા મારવા માટે બે માસૂમ બાળકોને ચા અને ગુટકા લેવા માટે શાળાથી ૩૦૦ મીટર દૂર આવેલી લારી ઉપર મોકલ્યા હતા.

કાર્તિક ભરવાડ અને સાથી વિદ્યાર્થી બન્ને લારી ઉપર ગુટકા અને ચા લેવા માટે ગયા હતા ત્યારે ગ્રામજનો અને મિડિયાની નજરે ચઢતા બન્ને બાળકોને ગુટકા અને ચા સાથે રોકી પુછપરછ કરતા તેમણે જીતુભાઈ સાહેબે લેવા માટે મોકલ્યા હોવાની કબુલાત કરી હતી. શાળાના આચાર્ય પ્રવીણભાઈ કટારાનો સંપર્ક કરતા તેમણે આ વાત સાચી હોવાનો એકરાર કરતા કહ્યું કે એક વડીલ આવ્યા હોવાથી તેમની માટે ચા-ગુટકા મંગાવ્યાહતા. જો કે બાળકોને ચા-ગુટકા લેવા મોકલ્યા તે ભુલ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. ત્યારે આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આ તો બન્ને બાળકો નજરે ચઢ્યા એટલે વાત જાહેર થઇ, પરંતુ આવી ઘટનાઓ તો રોજ ગ્રામ્ય વિસ્તારમાં બને છે. દારૂ ઢીંચીને શિક્ષણ કાર્ય કરાવતા અનેક શિક્ષકો ઝડપાયા છે ત્યારે ગુટકા-તમાકુનું વ્યસન કરનારા શિક્ષકો સામે પણ કડક પગલાં ભરવા માટેની જોગવાઇ જરૂરી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here