GUJARAT : અંકલેશ્વરમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો, 7 તાલુકાના 2100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

0
77
meetarticle

અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી એફડીડીઆઈ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો ભવ્ય કલા મહાકુંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા હજારો યુવા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.


આ કલા મહાકુંભમાં ભરૂચ જિલ્લાના કુલ સાત તાલુકાઓમાંથી 2100થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ કુલ 37 જેટલી વિવિધ કલા કૃતિઓ જેવી કે નૃત્ય, સંગીત, નાટ્ય અને અન્ય કલા પ્રદર્શિત કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા જોઈ ઉપસ્થિત મહેમાનોએ તેમને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર કે.એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કલા મહાકુંભે ભરૂચ જિલ્લાના કલાકારોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here