જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત “જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વી સી હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૧૬ જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અંગે તેમજ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નના મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી સાચી દિશામાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કલેક્ટરશ્રી ગાર્ગી જૈનને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નલ સેજલ યોજના અંતર્ગત પાણી મેળવવા, વારસાગત જમીનનો કબજો અપાવવા, તળાવનું પુન વિકાસ કરવા, પોલીસ ફરિયાદ દાખલ કરવા, આંબાડુંગર ગામમા JIO ટાવર ઉપર મોબાઇલ નેટવર્ક શરૂ કરવા, GPF, રાજય વીમા અને ઉચક સહાયની બાકી રકમ નહી મળવા બાબત. હુકમ મુજબ કામ ન થવા બાબત સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારોને સંબંધિત વિભાગો દ્વારા થયેલી કાર્યવાહી-જવાબો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા અને મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઝવેરપુરા ગામના મગનભાઈ તડવીના ૭/૧૨ની નકલમાં બેન્ક ઓફ બરોડાનો બોજો દાખલ થઈ ગયો હતો. ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ થકી બેન્ક ઓફ બરોડાના મેનેજર દ્વારા મગનભાઈ તડવીના ખાતામાંથી બોજો દૂર કરી તેની એન. ઓ. સી. આપવામાં આવી હતી.
રિપોટર:સોહેલ પઠાણ છોટાઉદેપુર



