નવરાત્રી પર્વ એટલે માં અંબેને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈ ને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ભાવિકો ગરબામાં ભક્તિના રંગે રંગાયા છે જેમાં દીયોદર માં પણ નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે

દિયોદર માં આવેલ પ્રશાંત પાર્ક અને શક્તિ નગર સોસાયટીના રહીશો દર વખત ની જેમ આ વર્ષ પણ ઘર આંગણે શેરી ગરબા નું આયોજન કરી મોડી રાત સુધી ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે જેમાં પાંચમા નોરતે પ્રશાંત પાર્ક અને શક્તિ નગર સોસાયટીમાં રહીશો એ ડી જે ના તાલે માં અંબા ની આરતી કરી ખેલૈયાઓ સાંસ્કૃતિક અને પારંપરિક ગરબા સાથે પરિવારો આનંદ અને ઉલ્લાસ સાથે નવરાત્રી પર્વ ની ઉજવણી કરી રહ્યા છે નવરાત્રી પર્વ નિમિત્તે શેરી ગરબા માં અનેરો માહોલ જામ્યો છે જેમાં દરેક શેરી ગરબા માં આયોજક મંડળો દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઇ હોવાથી ખેલૈયાઓ નવરાત્રી નો પર્વ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે
REPOTER : જગદીશ સોની

