ARTICLE : શું તમે જાણો છો?15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ અલગ ધ્વજ લહેરાવવાની રીત વિશે ?

0
78
meetarticle

આવો જાણીએ 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા અને 15 ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ધ્વજ વંદન કરવામાં આવે છે બંને દિવસો દરેક ભારતીય નાગરિકો માટે ખૂબ જ મહત્વના છે 15 ઓગસ્ટ ના રોજ  આખો રાષ્ટ્ર શહીદોને શ્રદ્ધાંજલી આપીને આઝાદીની ઉજવણી કરે છે અને 26 જાન્યુઆરીના દિવસે આપણા બંધારણ અને લોકશાહીના મહત્વની અનુભૂતિ કરાવે છે સમગ્ર દેશમાં આ બંને પ્રસંગોએ ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવે છે અને બંને વચ્ચે શું તફાવત છે એ જાણીએ.


26 જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હી મા યોજાનારા સમારોહમાં ધ્વજ ફરકાવે છે અને 15 મી ઓગસ્ટ વડાપ્રધાન દ્વારા ધ્વજ વંદન કરવામાં આવે છે બીજી એક વાત એ પણ છે કે 26 જાન્યુઆરી એ નવી દિલ્હી રાજપથ ( ઇન્ડિયા ગેટ) પર ધ્વજ લહેરાવા માં આવે છે અને 15 ઓગસ્ટે દિલ્હી( લાલ કિલ્લા )ખાતે ધ્વજ લહેરાવવામાં આવે છે ત્રીજી એક અલગ વાત એ પણ છે કે 15 ઓગસ્ટ તિરંગો સહેજ નીચે બંધાયેલો હોય છે ઉપરની તરફ લહેરાવવામાં આવે છે જેને ફ્લેગ હોસ્ટિંગ કહે છે અને 26 જાન્યુઆરીએ ધ્વજ ઉપર જ બંધાયેલો હોય છે તે ત્યાં ખોલવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે જેને ફ્લેગ અન  ફરલિંગ કહે છે 26 જાન્યુઆરી રાષ્ટ્રપતી રાષ્ટ્રધ્વજ લહેરાવે છે કારણ કે એ દેશના બંધારણીય વડા છે વડાપ્રધાન રાજકીય વડા કહેવામાં આવે છે આ દિવસે આપણા દેશને પ્રથમ રાષ્ટ્રપતી મળ્યા હતા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ દિવસે રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું એટલે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતી દ્વારા ધ્વજ ફરકાવવા માં આવે છે.
રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા 2002માં એક સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભારતીય ધ્વજ સંહિતા 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002 થી લાગુ કરવામાં આવી છે. ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટ ને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે  ઉજવીએ છીએ અને 26જાન્યુઆરી ગણતંત્ર દિવસ. રાષ્ટ્રધ્વજ સાથે સંકળાયેલી એવી વાત જે દરેક દેશભક્તને જાણવી જરૂરી છે.
“વિજય વિશ્વ ત્રિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા” ગીત આપણા ત્રિરંગા ને સમર્પિત છે ત્રિરંગો જોઈને બાળકોથી લઇ મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે 21 તોપની સલામી અપાય છે અને સેના ભારતીય ધ્વજનો સન્માન કરે છે.
1947માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ” પિંગાલી વેક્યા” દ્વારા રચાયેલ છે 2002 પહેલા ભારતના જન સામાન્ય માટે નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાય ના દિવસોમાં જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધિત હતું ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટે જ છૂટછાટ હતી. પરંતુ નવીન જિંદાલ નામના ઉદ્યોગપતિએ દિલ્હી વડી અદાલતમાં જનહિત ની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો નો અંત કરાવ્યો જિંદાલે દલીલ કરી કે સંપૂર્ણ સન્માન અને વિધિપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરિક અધિકાર છે અને આ રીતે તે પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરી શકે છે આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં ફેરવવામાં આવ્યો જ્યાં માન ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માંટે એક સમિતી રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી મંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી 26 જાન્યુઆરી 2002 થી જન સામાન્ય ને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની યોગ્ય રીત વિશે જાણીએ.

* જ્યારે પણ ત્રિરંગો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે તેને એવા સ્થાન પર લગાવવો જ્યાંથી સ્પષ્ટરૂપે ધ્વજ જોવા મળે.
*સરકારી ભવન પર ત્રિરંગો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે વિશેષ પ્રસંગો વખતે ઘણી વખત રાત્રે પણ ફરકાવી શકાય છે.
* ત્રિરંગા ને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવો અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવો ઉતારતી વખતે અને ત્રિરંગો લહેરાવતી વખતે બ્લુગલ વગાડવામાં આવે છે
* ત્રિરંગો ક્યારેય મેલો કે ફાટેલો ફરકાવવો જોઈએ નહીં.
* ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.
* રાષ્ટ્રીય ધ્વજ થી ઉપર કે ઊંચો કોઈપણ બીજા ધ્વજને લગાવવો જોઈએ નહીં કે તેના બરાબર મૂકવો જોઈએ નહીં.
* ત્રિરંગા પર કઈ પણ લખેલું કે કંઈ પણ છપાયેલું હોવું જોઈએ નહીં.
સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર આપણા રાષ્ટ્રીય ગૌરવ નું પ્રતીક ત્રિરંગાને ખૂબ આદરની સાથે ફરકવાવો અને  ભારતીય ધ્વજનું સન્માન કરવું.

લેખિકા -દર્શના પટેલ
અમદાવાદ
(નેશનલ એથ્લેટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here