બિહારમાં શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ નીતિ લાગૂ કરવા માટે સીએમ નીતીશ કુમારે આદેશ આપ્યા છે. જેમાં બિહારના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ TRE-4થી લાગૂ કરવામાં આવશે. TRE-5 અને STET પણ આયોજીત કરવામાં આવશે. આ નીતિ દ્વારા યોગ્ય ઉમેદવારને તક મળી રહેશે.
બિહારના યુવાઓ માટે ખુશ ખબર
ચૂંટણી વર્ષમાં બિહારના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સીએમ નીતીશ કુમારે રાજ્યમાં શિક્ષક નિયુક્તિ માટે ડોમિસાઇલ નીતિ એટલે કે સ્થાનીય નિવાસી નીતિ લાગૂ કરવા માટે આદેશ આપ્યા છે. આ નીતિ હેઠળ બિહારના સ્થાનિકોને શિક્ષક ભરતી માટે પ્રાથમિકતા આપવામાં આવશે. નવી વ્યવસ્થા TRE-4 એટલે કે Teacher Recruitment Examination-4થી જ લાગૂ કરવામાં આવશે. સરકારે આ માટે શિક્ષણ વિભાગને આવશ્યક નિયમ સંશોધન માટેના નિર્દેશ પણ આપ્યા છે. સીએમ નીતીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મન X પર પોસ્ટ પણ મુકી છે. તેઓએ લખ્યુ છે કે, નવેમ્બર 2005માં સત્તા સંભાળ્યા બાદ તેમની સરકારે શિક્ષણ વિભાગમાં સુધારા કરવા માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. હવે આમા બિહારના યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
શું છે ડોમિસાઇલ નીતિ ?
બિહાર સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે, વર્ષ 2025માં TRE-4 અને વર્ષ 2026માં TRE-5નું પણ આયોજન કરવાનું નક્કી કર્યુ છે. સાથે જ TRE-5 પહેલા STET એટલે કે Secondary Teacher Eligibility Test આયોજિત કરવા જણાવ્યુ છે. જેના કારણે યોગ્ય ઉમેદવારને તક મળી શકે. ડોમિસાઇલ નીતિ હેઠળ બિહારના યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યના યુવાઓને વધુ તક મળશે. આ નીતિ લાગૂ કરવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. જેને હવે નીતિશ કુમારની સરકારે અમલમાં મુકી છે


