ડભોઇ શિનોર ચોકડી પાસે ઉમા સોસાયટી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેઈન રસ્તા પર જ વરસાદી પાણીની નિકાલ માટે કાંસ બનાવવામાં આવી છે કાંસની ઉપર લાખો રૂપિયાના ખર્ચ સીસી પ્લેટફોર્મ કવર કરવામાં આવ્યું હતું કેટલીક જગ્યાએથી કાસ ઉપરના પ્લેટફોર્મ 20 ફૂટ ગાબડું પડી ગયું છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું મુખ્ય માર્ગ હોય રોજના અસંખ્ય વાહનો પસાર થાય છે પાણીની કાચની ઉપર બનેલા પ્લેટફોર્મ ઉપર ફુટપાટ તરીકે પણ લોકો ઉપયોગ કરતા હોય છે છેલ્લા 15 દિવસથી 20 ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે રાત્રીના દરમિયાન અવળજવર કરતા લોકો માટે મુસીબત ઊભું કરે એવું મોટું ગાબડું પડી ગયું છે જ્યારે કામગીરી ચાલતી હોય છે ત્યારે તેને દેખરેખ માટે કોઈ એન્જિનિયર કે અધિકારી ઉભો રહેતો નથી તેના કારણે કોન્ટ્રાક્ટરોને ખુલ્લો દ્વાર ભ્રષ્ટાચાર કરવાનો મળી જાય છે જેમાં પૂરતું મટીરીયલ વાપરવામાં આવતું નથી તેના કારણે આવા પ્લેટફોર્મ સ્લેપ તૂટવાના બનાવ બની રહ્યા છે ડભોઇ શિનોર ચોકડી ઉમા સોસાયટીના રોડ ઉપર થી જતી વરસાદી કાંસ બનાવવામાં આવી હતી તેમાં 20 ફૂટનું ગાબડું પડી ગયું છે વાહન ચાલકો અને અવર જવર કરતા લોકોને મુસીબત નું કારણ બની ન શકે તે માટે વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


