
કપડવંજ એસટી ડેપોની બસ થવાદ નાઇટ વોલ્ટ કર્યા બાદ સવારે ૬.૧૦ વાગ્યે કપડવંજ લોકલ રૂટ માટે જતી હતી. દરમિયાન ચપટીયા પાટીયા પાસે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ ઉભી હતી. તે દરમિયાન બસનો ચાલક નીચે ઉતરીને અવાજ આવતા ચેક કરવા ગયો હતો.
તે દરમિયાન ટ્રકે બેદરકારીથી હંકારીને બસની પાછળ ઉભેલા ચાલક જશુભાઇ ડે પટેલ( રહે.કાશીપુરા)ને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ટ્રકની ટક્કરથી એસટી બસ સાઇડમાં ગટરમાં ઉતરી ગઇ હતી.અકસ્માત સર્જીને ટ્ક ચાલક નાસી છૂટયો હતો.
આ ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર અને પોલીસ દોડી આવીને કાર્યવાહી હાથ ધરી છે.

