GUJARAT : હાલોલ થી વડોદરાના ધોરીમાર્ગ પર એસ ટી બસે છકડા ને અડફેટે લેતાં છકડા ચાલક નું મોત

0
193
meetarticle

જરોદ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવતા આસોજ ગામ ના સિમાડે હાલોલ થી વડોદરા ના ધોરીમાર્ગ પરથી પસાર થતી દાહોદ થી માંડવી ની એસ બસ ના ચાલકે આગળ મુસાફરો ને ભરી ચાલતા છકડા ને અડફેટે લેતાં છકડો એસ ટી ની ટક્કરે ફંગોળાઈ જતાં છકડા ચાલક અશોકભાઈ છગનભાઇ પરમાર ને માથાં ના ભાગે અને શરીર ના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ના મારફતે નજીક ની જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલ ના હાજર તબીબોએ અશોકભાઈ પરમાર ને મરણ જાહેર કરતા જરોદ પોલીસ દ્વારા ગફલતભરી રીતે હંકારી રહેલ એસ ટી બસ ના ચાલક વિરૂધ્ધ અકસ્માત મોત નો ગુન્હો નોંધી ને આગળ તપાસ હાથ ધરી છે

REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here