ડભોઇ તાલુકાના થરવાસા ગામ પાસે આવેલો રેલ્વે ઓવર બ્રિજ પર મોટા મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો પરેશાન ડભોઇ તાલુકાનું વધુ એક ઓવર બ્રિજ વિવાદોમાં આવ્યો હોવાનું જાણવા મળે છે…
ડભોઇ થી કરજણ જવાના રસ્તે આવેલા તાલુકાના થરવાસા ગામ પાસે ગુજરાત સરકારનું એક અભિયાન રેલ ફાટક મુક્ત ગુજરાત બનાવવાનું કામ પૈકી ડભોઇ તાલુકા વિસ્તારમાં ત્રણ રેલવે ફાટક ઓવર બ્રિજ બનાવવા માટે માત્ર તેને ત્રણ ચાર વર્ષ પણ પુરા થયા નથી ને ફરી થરવાસા ગામ પાસે આવેલા રેલ્વે ઓવરબ્રિજ ઉપરના રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે હાલમાં ડભોઇ ની આસપાસ આજુબાજુ ત્રણ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગુણવત્તા વાળું કામ ના હોય જેના કારણે અવર નવર બ્રિજ પર મોટા મોટા ખાડા પડવાના બનાવો બની રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. વાહન ચાલકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કેમ જાગતું નથી અને તેઓના કાન સુધીને વાત પોહછતી નથી…? કે અધિકારીઓ અલ્લા ગલ્લા કરી રહ્યા છે..? શું કોઈ દુર્ઘટના થશે પછી તેને રીપેરીંગ કરવામાં આવશે કે દુર્ઘટના પર તંત્ર જાગશે એક મોટો સવાલ લોકોમાં ઉભો થયો છે. ત્યારે જાગૃત નાગરિકોમાં બોલાઈ રહ્યું છે કે વિકાસશીલ ગુજરાતપણ બની બેઠેલા કોન્ટ્રાક્ટરોને કારણે અથવા પેટા કોન્ટ્રાક્ટરોને લઈને વિનાશ તરફ જઈ રહ્યું છે એવું વાહન ચાલકો અને લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું…??
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


