BHARUCH : ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો

0
111
meetarticle

ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ ખાતે આવેલી બેઇલ કંપનીમાં કુલ ₹૬,૧૧,૭૯,૧૫૭/- ની કિંમતનો નાર્કોટિક્સ પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં ભરૂચ જિલ્લાના ૧૪ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૩૭ ગુનાઓ સાથે સંકળાયેલો માદક પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો. આ ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા અલગ અલગ ઓપરેશનમાં કબજે કરવામાં આવ્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ, કમિટીના સભ્યોની હાજરીમાં આ જથ્થાનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી ભરૂચ જિલ્લાને ડ્રગ્સ મુક્ત બનાવવા અને યુવાનોને નશાખોરીથી બચાવવાના પોલીસના સંકલ્પનો એક ભાગ છે. આ પગલાથી ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here