સુરતમાંથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ઝોન 1 પોલીસ અને પુણા પોલીસની ટીમે આ ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં પોલીસે ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓને પુણા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 45.740 ગ્રામનું મેફડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું. આમ પોલીસે ચાર લાખ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


